ભારતના ઇતિહાસમાં મહાન પુરુષો ૪ છે, પરંતુ જો કોઈએ ખરેખર અખંડ ભારતની કલ્પનાને હકીકતમાં ઉતારી હોય તો તે છ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. -> તેમનું વ્યકિતત્વ માત્ર રામકીય નેતૃત્વ પૂરતું સીમિત નહોતું, પરંતુ તે ખેક ખેવી શક્તિ હતી જેણે ભારતને એકસૂત્રી એકતામાં બાંધ્યુ. -> સરદારનું વ્યકિતત્વ એટલું અસરકારક હતું કે તેમના સાથના લોકોના મનમાં અડગ વિશ્વાસ અને અખંડ દેશભક્તિ જન્મી આવતી. -> સરદાર પટેલે બાળપણથી જ તેમની અડગ સંકલ્પશક્તિ વિકસાવી. તેઓ કોઇપણ કાર્ય હાથ ધરે, તો અંત સુધી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કર્યાવિના પાછા ન ફરતા. આ જ ગુણો આગળ જઈને તેમના વ્યકિતત્વનું દર્પણ બની ગયા,
અડગ સંકલ્પ અને શિસ્તનું પ્રતિક -> સરદાર પટેલે તેમનું જીવન કઠોર શિસ્તમાં વિતાવ્યું. તેમના મિત્રો અને વડીલો વારંવાર કહેતા કે સરદાર હસતા ૪ કહેતા તે દૃઢતા સાથે બોલતા. -> જ્યારે ગાંધીજીના આહવાન પર વકીલાત છોડી અને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા ત્યારે ઘણા લોકો આશ્વર્યમાં પડી ગયા. -> તેમના માટે રાષ્ટ્રપ્રેમ સર્વોચ્ચ હતો. તેઓ માનતા કે વ્યક્તિનું સાચું મૂલ્ય તેમની ઈમાનદારી – કર્તવ્યનિષ્ઠામાં છે.
સરદારની કાર્યશૈલી અનોખી હતી. -> તેઓ નિર્ણયો લેતા અને અમલમાં ઉતારવામાં વિલંબ કરતા ન હતા, તેમની અંદર એવો વિશ્વાસ હતો કે કોઇપણ માણસ તેમની વાત સાંભળ્યા વગર રહી ન શકે. એ વિશ્વાસ જ તેમને “લોખંડી પુરુષ” બનાવતો હતો. -> ભારત એકીકરણના શિલ્પી. -> ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન હતો રાજ્યોનું એકીકરણ. બ્રિટિશરો ભારત છોડીને ગયા ત્યારે દેશમાં 562 થી વધુ રજવાડાં હતાં. દરેક રાજ્ય પોતપોતાના રાજ-રાહ્ય અને હિતોમાં વહેંચાયેલું હતું. આ સ્થિતિમાં ભારતનું એકીકરણ એક અસંભવ કાર્ય લાગતું. (પરંતુ સરદાર પટેલે આ અસંભવ ને સંભવ બનાવ્યું. તેમણે રાજ્યોને શાંતિથી સમજાવ્યા, સમજાવટથી ન માને ત્યાં દૃઢ વલણ અપનાવ્યું. હૈદરાબાદ અને જુનાગઢ જેવા કઠિન કિસ્સામાં પોતાની રાજકીય બુદ્ધિ, ધૈર્ય અને નિર્ણયો દ્વારા ભારતની અખંડતા જાળવી રાખી, કહ્યું, -> ” એકતા વિના રાષ્ટ્ર શક્તિ કલ્પના છે. એકતા ૪ રાષ્ટ્રની આત્મા છે.” , આ શબ્દો માત્ર ઉક્તિ નહોતા, તેમની કાર્યપદ્ધતિનું મૂળ મહત્વ હતું.
સરદારની સરળતા અને લોકપ્રિયતા -> ભલે સરદાર ભારતના ઉપપ્રધાન પદ સુધી પહોંચ્યા, પરંતુ તેમના મનમાં અભિમાન ન હતું. સામાન્ય માણસની સમસ્યા સાંભળવા તેઓ હંમેશા તૈયાર રહેતા, એક પ્રસંગમાં ખેડૂતોએ તેમના ગામમાં નહેરના પાણીનો પ્રશ્ન રાખ્યો, ત્યારે સરદારે તરત તંત્રને આદેશ આપ્યો. પહેલું ખેડૂતનું કરવું કહ્યું કે જોઈએ તેમણે હંમેશા કામ ” ખેડૂત હર્યો તો દેશ હર્યો ” -> તમનો અવાજ સામાન્ય માણસના દિલ સુઘી પહોંચતો. તેઓ ભાષણોમાં અંગ્રેજી વાપરતા નહોતા, પણ સામાન્ય ગુજરાતી અને હિંદીમાં એવી ઉર્મિ પાથરતા કે લોકોના રોમાંચ ઉભા થઇ જાય. -> લોખંડ જેવી ઈચ્છાશક્તિ -> સરદાર પટેલની ઇચ્છાશક્તિ અનોખી હતી. એક વખત લંડનમાં વકીલાતના અભ્યાસ દરમ્યાન તેમને ગંભીર બિમારી થઈ, છતાં હાર ન માની, તેઓ કહેતા ” જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ, પરંતુ જે માણસે મનથી હારે તે જ ખરેખર હાર્યો.”
તમનો આ વિચાર આજે પણ અનેક યુવાનોને પ્રેરણા આપે છે કે પરિસ્થિતિ કેટલીય કઠીન કેમ ન હોય જો મનોબળ મજબૂત હોય તો કોઈ લક્ષ્ય અશક્ય નથી. -> ગાંધીજી સાથેનો અખંડ સબંધ -> સરદાર અને ગાંધીજી વચ્ચેનો સંબંધ ગાઢ અને અનોખો હતો. બંનેની વિચારધારા ક્યારેક ટકરાતી હતી, પણ રાષ્ટ્રહિત માટે બંને એક જ રેખા પર ઉભા રહેતા, સરદારને ગાંધી ‘મારો લોખંડનો માણસ’ કહેતા. -> જ્યારે ગાંધીજીની હત્યા થઈ, ત્યારે સરદારની આંખોમાંથી અશ્રુ વહ્યા. જે માણસ આખું જીવન શાંત અને અડગ રહ્યા, તેની આંખોમાંથી અશ્રુ વહે તે દેશના દરેક હ્રદયને સ્પર્શી ગયું -> આજના સમયમાં સરદારનું મહત્વ -> આજના યુગમાં જયારે વ્યક્તિગત હિતો રાષ્ટ્રીય હિતથી વધી રહયા છે, ત્યાં સરદારનું અસરદાર વ્યકિતત્વ આપણને યાદ અપાવે છે કે એકતા, શિસ્ત અને અડગતા એ રાષ્ટ્રનિર્માણના સ્તંભ છે. -> સરદારના વિચારોમાં આધુનિક અને નેતૃત્વના બધા તત્વો છુપાયેલા છે – સ્પષ્ટ દ્રષ્ટિકોણ, ઝડપી નિર્ણય અને માનવીય સંવેદના.
સરદાર પટેલની મૂર્તિ – સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા – માત્ર એક સ્થાપત્ય નથી પરંતુ ભારતની એકતા અને અખંડતાનું જીવંત પ્રતિક છે. જયારે આપણે તે પ્રતિમા સામે ઉભા રહીએ, ત્યારે એવું લાગે કે સરદાર આજે પણ આપણાને કહી રહયા હોય, ” તમે અલગ અલગ ભાષા બોલો, ધર્મ માનો, પણ યાદ રાખો તમે સૌ પહેલા અને છેલ્લા ભારતીય છો .”
સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ એક એવી ગાથા છે જે કદી વિસરાઈ નહીં શકે. તેમણે બતાવ્યું કે સાચું નેતૃત્વ શબ્દોમાં નથી, પરંતુ કાર્યોમાં દેખાય છે. તેમના જીવનથી આપણે એ શીખીએ કે જો સંકલ્પ શુદ્ધ હોય, ઈરાદા નેક હોય અને રાષ્ટ્રપ્રેમ હૃદયમાં હોય, તો કોઈપણ પડકાર નથી, માત્ર પ્રેરણા છે. કીર્તિ સરદાર પટેલનું અસરદાર વ્યક્તિત્વ ઇતિહાસના પાના પૂરતું સીમિત નથી. તે આજના યુવાનોના હૃદયમાં જીવંત છે. કારણ કે સરદાર માત્ર એક વ્યક્તિ નહોતા, તેઓ એક વિચારધારા હતા જે આપણને હંમેશા એકતા, અડગતા અને રાષ્ટ્રપ્રેમનો માર્ગ બતાવે છે.
કાચા વંદન ધર્મેશભાઈ



