PRASTHAN 1.0
(Pramukh Admissions cum Scholarship Test with Holistic Aptitude Notions)
Win Up to
100% સ્કૉલરશિપ*
PRASTHAN એ પ્રમુખ અકૅડમી દ્વારા યોજવામાં આવતી Admission cum Scholarship Test છે. જેનો મુખ્ય હેતુ અભ્યર્થીઓનું સામાન્ય જ્ઞાન, વિવિધ કૌશલ્ય, અને અભિવૃત્તિ-ક્ષમતા (aptitude) ચકાસવાનો રહેશે. તે દ્વારા સ્પર્ધાત્મક સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટેની એકંદર યોગ્યતાનું મૂલ્યાંકન કરી ટોપર્સને રોકડ પુરસ્કારથી અને પ્રવેશ પ્રાપ્ત કરતાં તમામ અભ્યર્થીઓને શિષ્યવૃત્તિથી નવાજવામાં આવે છે.
GPSC/GSSSB/GPSSB દ્વારા લેવાતી ગુજરાત સરકારની સુપરક્લાસ-૩ અને ક્લાસ-૩ પોસ્ટની ભરતી-પ્રક્રિયા કરવા માટે થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વતૈયારી માટે પ્રમુખ એકેડમી દ્વારા ‘કર્મયોગી’ બેચ ચલાવવામાં આવે છે. PRASTHAN 1.0 એ કર્મયોગી બેચમાં સ્કૉલરશિપ સાથે પ્રવેશ માટે લેવામાં આવતી ગુજરાત સ્તરની મૂલ્યાંકન કસોટી રહેશે, જેમાં ટૉપ આવનાર અભ્યર્થીઓને ધારાધોરણ અનુસાર રોકડ પુરસ્કાર અને પ્રવેશ પ્રાપ્ત કરનાર તમામ અભ્યર્થીઓને સ્કૉલરશિપ આપવામાં આવશે. આ ઓનલાઈન પરીક્ષામાં ક્લાસ-૩ પરીક્ષા માટે અભ્યર્થીની સજ્જતાનું પણ ઓલ ગુજરાત સ્કોર અને રેન્ક દ્વારા સ્પર્ધાત્મક મૂલ્યાંકન થશે.

Class -3 Success Stories of Year 2024-25


Steps to get Scholarship
STEP 1
Register
Fill out the form & pay the nominal registration charge
STEP 2
Take the Test
Online Test on the 30th Nov 2025 & get all Gujarat Rank
STEP 3
Unlock Rewards
Win cash prize & Scholarship up to 100% for Karmyogi Batch @ Pramukh Academy
Detailed Understanding of PRASTHAN 1.0
PRASTHAN 1.0 શું છે?
PRASTHAN એ પ્રમુખ અકૅડમી દ્વારા યોજવામાં આવતી Admission cum Scholarship Test છે. જેનો મુખ્ય હેતુ અભ્યર્થીઓનું સામાન્ય જ્ઞાન, વિવિધ કૌશલ્ય, અને અભિવૃત્તિ-ક્ષમતા (aptitude) ચકાસવાનો રહેશે. તે દ્વારા સ્પર્ધાત્મક સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટેની એકંદર યોગ્યતાનું મૂલ્યાંકન કરી ટોપર્સને રોકડ પુરસ્કારથી અને પ્રવેશ પ્રાપ્ત કરતાં તમામ અભ્યર્થીઓને શિષ્યવૃત્તિથી નવાજવામાં આવે છે.
GPSC/GSSSB/GPSSB દ્વારા લેવાતી ગુજરાત સરકારની સુપરક્લાસ-૩ અને ક્લાસ-૩ પોસ્ટની ભરતી-પ્રક્રિયા કરવા માટે થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વતૈયારી માટે પ્રમુખ એકેડમી દ્વારા ‘કર્મયોગી’ બેચ ચલાવવામાં આવે છે. PRASTHAN 1.0 એ કર્મયોગી બેચમાં સ્કૉલરશિપ સાથે પ્રવેશ માટે લેવામાં આવતી ગુજરાત સ્તરની મૂલ્યાંકન કસોટી રહેશે, જેમાં ટૉપ આવનાર અભ્યર્થીઓને ધારાધોરણ અનુસાર રોકડ પુરસ્કાર અને પ્રવેશ પ્રાપ્ત કરનાર તમામ અભ્યર્થીઓને સ્કૉલરશિપ આપવામાં આવશે. આ ઓનલાઈન પરીક્ષામાં ક્લાસ-૩ પરીક્ષા માટે અભ્યર્થીની સજ્જતાનું પણ ઓલ ગુજરાત સ્કોર અને રેન્ક દ્વારા સ્પર્ધાત્મક મૂલ્યાંકન થશે.
| PRASTHAN 1.0 – Pramukh Admissions and Scholarship Test with Holistic Aptitude Notions |
|
|---|---|
| સંચાલક સંસ્થા | પ્રમુખ એકેડમી |
| લાયકાત | 18 વર્ષ ઉપરના અભ્યર્થીઓ જે કૉલેજમાં અભ્યાસ કરતાં હોય અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોય. (પ્રમુખ અકૅડમીમાં પહેલેથી જ એડમિશન લીધેલ અભ્યર્થીઓ PRASTHAN 1.0 આપી શકશે નહીં.) |
| પરીક્ષાનો પ્રકાર |
1) ઓનલાઇન – તમારા ડિજિટલ ડીવાઈસ દ્વારા જોડાઈને (AI Proctoring સાથે) અથવા 2) ઓફલાઇન – અટલાદરા, વડોદરા કેન્દ્રમાં આવીને CBT (Computer Based Test) દ્વારા |
| સ્કોલરશીપ | 100% સુધી |
| પરીક્ષાની તારીખ અને સમય | 30 November 2025, 10:30 AM to 12:00 PM |
| પ્રશ્નના પ્રકાર | 50 MCQ પ્રશ્નો |
| સમયગાળો | 90 મિનીટ |
| નોંધણી ફી | ₹200/- |
| નોંધનીય તારીખો |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 25/11/2025 ઓનલાઇન ડેમો પરીક્ષા: 26/11/2025 અને 27/11/2025 પ્રસ્થાન ટેસ્ટની તારીખ: 30/11/2025 પ્રસ્થાન ટેસ્ટનું પરિણામ: 05/11/2025 કર્મયોગી બેચ એડમીશન-ઇન્ટરવ્યૂ: ડીસેમ્બર દ્વિતીય-તૃતીય સપ્તાહ વર્ગ-3 માસ્ટર બેચ (કર્મયોગી બેચ) પ્રારંભ: જાન્યુઆરી પ્રથમ સપ્તાહ |
PRASTHAN 1.0 પરીક્ષા પેટર્ન
કુલ પ્રશ્નો: 50 MCQ પ્રશ્નો
કુલ માર્ક્સ: 100
માર્કિંગ: સાચા જવાબ પર +2, ખોટા જવાબ પર – 0.25
ભાષા: ગુજરાતી
અભ્યાસક્રમ
| Section (વિભાગ) | Topics Covered (આવરી લેવાયેલા વિષયો) | Questions (પ્રશ્નો) | Marks (ગુણ) |
|---|---|---|---|
|
General Awareness (સામાન્ય જાગૃતિ) |
Static GK: India, Gujarat, Basic Science, Social Science (ભારત, ગુજરાત, બેઝિક વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન) | 15 | 30 |
|
Reasoning Ability (તર્ક-ક્ષમતા) |
Verbal & Non-Verbal Reasoning: Series, Coding, Odd One Out, Pattern-finding (શ્રેણી, કોડિંગ, અલગ તારવો, પેટર્ન-શોધ). |
15 | 30 |
|
Quantitative Aptitude (ગણિતિક યોગ્યતા) |
Basic Maths: Arithmetic, Data Interpretation, Simple Calculation (અંકગણિત, આંકડાકીય વિશ્લેષણ, સરળ ગણતરી) |
10 | 20 |
|
Comprehension (સમજણ કૌશલ્ય) |
1 Passage (Gujarati or English): Questions on understanding (1 ગદ્યખંડ (ગુજરાતી અથવા અંગ્રેજી): સમજ આધારિત પ્રશ્નો.) |
5 | 10 |
|
Situation/Case-based (પરિસ્થિતિ-આધારિત સમસ્યા નિરાકરણ) |
Practical decisions/testing presence of mind (2-3 scenarios) (વ્યવહારુ નિર્ણય / મનની સતર્કતાની તપાસ (૨–૩ પરિસ્થિતિઓ). |
5 | 10 |
| Total | 50 | 100 |
પ્રસ્થાન-પરીક્ષા પદ્ધતિઓ :
| પરીક્ષા-પદ્ધતિ | સ્થાન | ફીચર્સ | કોના માટે શ્રેષ્ઠ |
|---|---|---|---|
| Online Mode | તમારું ઘર/કોઈપણ સ્થળ | AI પ્રોક્ટરિંગ, Webcam મોનિટરિંગ, સુરક્ષિત પ્લેટફોર્મ, ટેકનિકલ સપોર્ટ | કામકાજ કરતા વ્યકિત, વિવિધ શહેરોમાં રહી ઘરેથી પરીક્ષા આપવા ઇચ્છુક અભ્યર્થીઓ, વર્ગ-૩ની તૈયારી કરતાં અભ્યર્થીઓ, ગુજરાત સ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતાની તૈયારી ચકાસવા માંગતા ઉમેદવારો |
| Offline CBT Centre | Atladara, Vadodara | કમ્પ્યુટર આધારિત પરીક્ષા, સ્પર્ધાત્મક વાતાવરણ, ઇન્વિજિલેટર, ટેકનિકલ સપોર્ટ | વડોદરા અને આસપાસના સ્થાનિક ઉમેદવારો, પ્રથમ વખત આ પ્રકારે પરીક્ષા આપનારા, ક્લાસરૂમ મોડમાં એડમિશન પ્રાપ્ત કરવા ઇચ્છુક અભ્યર્થીઓ |
PRASTHAN 1.0 કસોટી શા માટે? (Scholarship + Admission Benefits)
| લાભ કેટેગરી | PRASTHAN 1.0 દ્વારા મળતો સીધો લાભ |
|---|---|
| રોકડ પુરસ્કારો | Top 50 Rankers ને પરિણામ બાદ તરત Rank મુજબ ₹750 થી ₹11,000 સુધી Cash Rewards. |
| શિષ્યવૃત્તિ | કર્મયોગી બેચમાં પ્રવેશ પ્રાપ્ત કરનાર અભ્યર્થીને પ્રસ્થાન-રેન્ક આધારીત 60% થી 100% સુધીની Scholarship – Residential / Classroom / Online Mode ત્રણેમાં લાગુ. |
| તૈયારીનું સચોટ માપન | All-Gujarat Merit Rank Declaration, સ્કોર અને રેન્ક સાથે વિવિધ-ક્ષમતાનું સચોટ મૂલ્યાંકન |
| Admission Priority | શ્રેષ્ઠ પ્રદર્શન ધરાવતા ઉમેદવારોને GPSC Class-3 Master Batch (Karmyogi Batch) માં Admission પ્રાથમિકતા. |
| Civil Services Level Mentorship | Interview + વ્યક્તિગત Mentorship + વર્ગ-3 ની તૈયારીની દિશામાં સર્વાંગી તૈયારી |
| Trust-Based Transparency | કોઈ છુપાયેલા ચાર્જિસ, Donation કે Recommendation વગર, સંપૂર્ણ Merit-Base પર Scholarship/Admission. |
| Personality + Career Growth | માત્ર Test નહીં – પણ યોગ્ય ઉમેદવારને Civil Services mindset તરફ પ્રેરિત કરતું મૂલ્ય આધારિત Training Framework. |
| વર્ગ-૩ની તૈયારી માટેની શ્રેષ્ઠ તક | શ્રેષ્ઠ શિક્ષકો-નિષ્ણાતો પાસેથી અભ્યાસ, ઇન્ટરેક્ટિવ શિક્ષણ વ્યવસ્થા, નિયમિત પ્રેક્ટિસ ટેસ્ટ અને પરીક્ષાઓ |
શિષ્યવૃત્તિ મેળવવા માટેના ત્રણ સરળ પગલાં
| પગથિયાં | કાર્ય | માહિતી |
|---|---|---|
| પગથિયું 1: નોંધણી કરો | નોંધણી ફોર્મ ભરો | ઓનલાઈન www.pramukh.academy/prasthan-karmyogi પર જઈને નોંધણી કરો. જરૂરી દસ્તાવેજો (DOCUMENTS) સબમિટ કરો. ₹200/- ની નોંધણી ફી ચૂકવો. પરીક્ષાનો મોડ (ઓનલાઈન અથવા CBT સેન્ટર) અને અકૅડમીમાં પ્રવેશ માટે લર્નિંગ મોડની પસંદગી કરો. |
| પગથિયું 2: પરીક્ષા આપો અને રોકડ-પુરસ્કાર મેળવો | PRASTHAN 1.0 પરીક્ષામાં હાજર રહો | 30 નવેમ્બર 2025 ના રોજ તમે ઓનલાઇન મોડ (ઘરેથી AI પ્રોક્ટરિંગ સાથે) અથવા ઓફલાઇન CBT સેન્ટર મોડ (અટલાદરા, વડોદરા) પસંદ કરી શકો છો. 90 મિનિટની પરીક્ષા પૂરી કરો. જેમાં 50 MCQ હશે. તમારું પ્રદર્શન રોકડ પુરસ્કાર માટેની યોગ્યતા નક્કી કરશે. પરિણામોની જાહેરાત 5 ડિસેમ્બર, 2025 ના રોજ કરવામાં આવશે, જેમાં પ્રસ્થાન-રેન્ક (All Gujarat Rank) અને રોકડ પુરસ્કારો (Cash Rewards) જાહેર થશે. |
| પગથિયું 3: વ્યક્તિત્વ-ચકાસણી કસોટી અને શિષ્યવૃત્તિ | શિષ્યવૃત્તિના લાભો મેળવો | પ્રસ્થાન-રેન્કના આધારે અભ્યર્થીઓને વ્યક્તિત્વ-ચકાસણી કસોટી માટે આમંત્રિત કરવામાં આવશે. મધ્ય ડિસેમ્બરમાં પ્રવેશ-સૂચીની જાહેરાત થશે, જેના આધારે સ્કૉલરશિપ અને એડમિશન આપવામાં આવશે. |
રોકડ પુરસ્કાર ( Cash Rewards)
જે Prashthan 1.0 ના પરિણામ આધારિત ઓલ ગુજરાત પ્રસ્થાન-રેન્ક પ્રમાણે આપવામાં આવશે.
| પ્રસ્થાન-રેન્ક | અભ્યર્થીઓની સંખ્યા | ઇનામ રકમ વ્યક્તિદીઠ |
|---|---|---|
| 1 | 1 | ₹11,000 |
| 2-5 | 4 | ₹7,500 |
| 6-15 | 10 | ₹2,000 |
| 16-25 | 10 | ₹1,000 |
| 26-50 | 25 | ₹750 |
કર્મયોગી પ્રોગ્રામનું વાસ્તવિક મૂલ્ય અને શિષ્યવૃત્તિ (Actual Programme Value and Scholarship)
GPSC Class-3 Master Batch (KARMYOGI) પ્રોગ્રામનું વાસ્તવિક મૂલ્ય નીચે અનુસાર છે, જેના પર ટકાવારી અનુસાર સ્કૉલરશિપ આપવામાં આવશે.
Residential Learning Mode – Rs. 70,000/-
Classroom Learning Mode – Rs. 50,000/-
Online Learning Mode – Rs. 20,000/-
વ્યક્તિત્વ-ચકાસણી કસોટીમાં પસંદગી પામેલ અભ્યર્થીઓમાંથી અકેડેમીમાં પ્રવેશ પ્રાપ્ત કરતાં અભ્યર્થીઓને PRASTHAN 1.0 કસોટીમાં મેળવેલ રેન્ક અનુસાર સ્કોલરશીપ નીચે અનુસાર મળવાપાત્ર રહેશે.
| રેન્ક | સ્કોલરશીપ |
|---|---|
| 1 | 100% |
| 2 | 95% |
| 3 | 90% |
| 4 | 85% |
| 5 | 80% |
| 6-50 | 70% |
| 51+ | 60% |
PRASTHAN 1.0 Terms and Conditions
૧) ડેટા ગોપનીયતા અને સંમતિ (Data Privacy & Consent):
તમે સ્વીકારો છો કે PRASTHAN 1.0 રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન પ્રમુખ અકૅડમી તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત કરીને પ્રક્રિયા કરી શકે છે. નોંધણી આગળ વધારવાથી, તમે સહમતિ આપો છો કે તમારી માહિતી પ્રમુખ અકૅડમીની અધિકૃત વેબસાઈટ પર મૂકેલ Privacy Policy મુજબ જ ઉપયોગમાં લેવામાં આવશે. તમે માહિતગાર હશો કે Privacy Policy સમય-સમયે પ્રમુખ અકૅડમીના અધિકાર મુજબ અપડેટ / બદલાઈ શકે છે, અને એ બદલાવ માટે અલગથી સૂચના આપવામાં નહીં આવે. PRASTHAN 1.0 માટે નોંધણી કરવાથી, તમે ઉપરોક્ત તમામ ડેટા પ્રોસેસિંગ અને કમ્યુનિકેશન શરતો સાથે સંપૂર્ણપણે સંમત છો.

