ભારતની આઝાદીમાં… ભારતને સાચા અર્થમાં સ્થાપનાર અને ભારતને જોડનાર પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. તેમની નેતૃત્વ શક્તિ અને અત્યાવશ્યક વ્યક્તિત્વને કારણે તેઓ જાણ્યા. લોકોની સાથે રહી ભારતને સ્થાપી, સાથ-સાથ ભારતને જોડવાનું કાર્ય, ખેડૂતોના સત્યાગ્રહો અને ગાંધીજીના સ્થાને નેતૃત્વ સંભાળ્યું.
તેમનો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ માં ગુજરાતના નડિયાદના એક સામાન્ય પરિવારમાં થયો. તેમણે ત્યાં અભ્યાસ કર્યો. તેઓ ખૂબ જ હોશિયાર હતા. તેથી તેઓ ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે બેરિસ્ટર તરીકે લંડન અભ્યાસ કરવા ગયા. ત્યાંથી તેઓ પોતાનો અભ્યાસ પૂરો કરી ઇ.સ. ૧૯૧૩ ભારત પરત આવ્યા.
ભારત પરત આવ્યા બાદ તેઓએ ભારતમાં વકીલાત શરૂ કરી. તે સમયે તેઓ ગાંધીજીથી પ્રભાવિત થયા અને ઇ.સ. ૧૯૧૭ માં વકીલાત છોડી લોકસેવા અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા.
તેઓ જ્યારે ૧૯૨૮ માં ગુજરાતના બારડોલીમાં ખેડૂતોના સત્યાગ્રહનું નેતૃત્વ કરી રહ્યા હતા, ત્યારે તેમને લોકો દ્વારા પ્રથમ વખત ‘સરદાર’ નામ અપાયું અને વલ્લભભાઈ ‘સરદાર’ પટેલ બન્યા. બારડોલી સત્યાગ્રહની સફળતા, તેમના નેતૃત્વ અને ક્ષમતાને જોઈ લોકોએ તેમને “લોખંડ પુરુષ” કહ્યા. ત્યાંથી તેઓ “આયર્ન મેન ઓફ ઇન્ડિયા” (લોખંડી પુરુષ) તરીકે ઓળખાયા.
ઇ.સ. ૧૯૪૭ માં ભારતની આઝાદી બાદ દેશમાં રહેલા ૫૬૨ દેશી રાજ્યોને ભેળવવાનું દુષ્કર કાર્ય હાથ ધર્યું. તેઓએ ૫૬૨ દેશી રાજ્યોને ભેગા કરીને એક અખંડ ભારતની રચના કરી હતી. દેશી રાજ્યોના રાજાઓ સરદાર વલ્લભભાઈના કહેવાથી અને સમજાવવાથી જ પોતાના રાજ્યને ભારતમાં ભેળવી દેતા હતા. તે સમયે હૈદરાબાદ અને જૂનાગઢને ભારતમાં ભેળવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની ત્વરિત અને કઠોર નિર્ણય લેવાની શક્તિને કારણે આ રાજ્યો ભારતમાં ભળ્યા. કાશ્મીર પર પાકિસ્તાનનો હુમલો થતાં તેના રાજા ભારત પાસેથી મદદ લેવા આવ્યા. તે સમયે સરદાર વલ્લભભાઈના ત્વરિત નિર્ણયને કારણે જ કાશ્મીરને ભારતમાં ભેળવવાનું થયું અને ૫૬૨ દેશી રાજ્યોનું ભારતમાં જોડાણ થયું.
સ્વતંત્રતા પછી ભારતનું પ્રથમ કેબિનેટ બન્યું, તેઓએ તેમાં ગૃહ પ્રધાન તરીકે સેવાઓ બજાવી. અને ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ ના રોજ તેમનું મુંબઈમાં અવસાન થયું.
અંતે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે ભારતમાં ૫૬૨ દેશી રજવાડાં જોડનાર, ભારતમાં શાંતિ, પ્રશાસન અને પુનઃવસન માટે મહાન કાર્ય કરનાર અને ભારતના લોખંડી પુરુષ તરીકે સદાને માટે ઓળખાયા. તેથી આવા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે. કારણ કે તેમના વિચારો અને કાર્યો માત્ર ઊંચા હતા.
Nirbhay Mayank Kumar Patel




Beautifully written! This blog perfectly highlights Sardar Patel’s strength, wisdom, and his unmatched contribution to India’s unity. Proud to be an Indian!