Photo Gallery

SATRA SAMAPAN SAMAROH
: 2025 – 2026 BATCH

સત્ર સમાપન સમારોહ 2025-2026 બેચ

પ્રમુખ અકેડમી ખાતે પ્રમુખ પ્રશાસન પ્રશિક્ષણ કેન્દ્રના 2025-26ના અભ્યર્થીઓ (UPSC-GPSC) માટે સત્ર સમાપન સમારોહનું આયોજન

‘પ્રમુખ એકેડમી’ ખાતે UPSC અને GPSC 2025-2026 બેચના કર્મનિષ્ઠ વિદ્યાર્થીઓ માટે વિદાય વેળા નહીં, પરંતુ એક નવા સંકલ્પના સૂર્યોદય સમાન ‘સત્ર સમાપન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની આર્ષદૃષ્ટિ અને પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી કાર્યરત આ સંસ્થામાં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પણ ચારિત્ર્યનું ઘડતર પણ કરવામાં આવે છે. આ પ્રસંગે વાતાવરણમાં એક તરફ સત્ર પૂર્ણ થયાનો સંતોષ હતો, તો બીજી તરફ રાષ્ટ્રસેવા કાજે મેદાનમાં ઉતરવાનો ઉત્સાહ છલકાતો હતો.

સંસ્કાર સાથે સફળતાનું લક્ષ્ય

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે:

બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે.

પ્રમુખ એકેડેમીના મેન્ટર્સ શ્રી પ્રિમાંશુ ભારદ્વાજે ગત વર્ષનો શૈક્ષણિક અહેવાલ પ્રસ્તુત કર્યો, જ્યારે શ્રી સંદીપભાઈ પટેલે સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કર્યું. અટલાદરા મંદિરના કોઠારી સ્વામી પૂ. ભાગ્યસેતુ સ્વામીએ વિદ્યાર્થીઓને સદ્પ્રેરણા આપી રાષ્ટ્રસેવા માટે કટિબદ્ધ કર્યા અને એકેડેમીના સંચાલક સંત પૂ. જ્ઞાનવિજય સ્વામીએ જણાવ્યું કે આ કોઈ વિદાય કે સમાપન નથી, પરંતુ જીવનના એક નૂતન તબક્કાની શરૂઆત છે, જેમાં પ્રમુખ અકેડેમી હંમેશા એક પરિવારની જેમ તમારી સાથે છે. ત્યારબાદ, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ઉપર્યુક્ત વિધાનને સાર્થક કરવા કટિબદ્ધ વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવો ખૂબ ભાવવહી શૈલીમાં પ્રસ્તુત કર્યા હતા. જેમાં તેમના મન-મસ્તિષ્ક પર સંતોષનો ભાવ દ્રશ્યમાન થતો હતો.

Pramukh SATH Initiative (SATHI)

આ પ્રસંગે, અહીંથી જે વિદ્યાર્થીઓને કેમ્પસ છોડી જઈ રહ્યા છે, તેમને કોઈ પણ તબક્કે પ્રમુખ એકેડમીનું સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે Pramukh SATH(Support & Tracking for Aspirants at Home) Initiative લોન્ચ કરવામાં આવ્યું હતું. ટૂંકમાં, તે વિદ્યાર્થીઓ પ્રમુખ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નથી, પરંતુ હંમેશ માટેના ‘સાથી’ છે અને ભગવાન શ્રીકૃષ્ણ જેવી રીતે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના ‘સારથી’ બન્યા હતા, તેમ પ્રમુખ એકેડમી UPSC-GPSC રૂપી કુરુક્ષેત્રમાં હંમેશા તેમની ‘સાથી’ છે.

નવી ક્ષિતિજો તરફ ડગ માંડતા…

સત્ર સમાપનના આ આખરી પડાવ પર, વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો ભાવાંજલિરૂપે વ્યક્ત કર્યા હતા. અહીં વિતાવેલી દરેક ક્ષણ અને મેળવેલું માર્ગદર્શન તેમના માટે આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક મજબૂત પીઠબળ બની રહેશે. આ સમારોહના અંતે બ્રહ્માનંદ શીત સ્વાદોત્સવનું આયોજન કરી કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને ઠંડક પણ પુરી પાડી હતી. અમે તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સફળતાના શિખરો સર કરીને સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરે.

SATRA SAMAPAN SAMAROH: 2025-2026 Batch

Grand organization of the SATRA SAMAPAN SAMAROH for UPSC-GPSC aspirants of the Pramukh Prashikshan Centre at Pramukh Academy.

A grand ‘Satra Samapan Samaroh’ was organized at ‘Pramukh Academy’ for the dedicated aspirants of the UPSC and GPSC 2025-2026 batch. Rather than a mere farewell, the event symbolized the “sunrise of a new resolve.” Operating under the visionary foresight of HH Pramukh Swami Maharaj and the blessings of HH Mahant Swami Maharaj, this institution imparts more than just bookish knowledge—it builds character. The atmosphere was filled with a sense of fulfillment upon completing the session and an overflowing enthusiasm to step onto the field of national service.

The Goal of Success with Values

HH Pramukh Swami Maharaj always used to say:

“In the good of others lies our own; in the happiness of others abides our own.”

The mentor of Pramukh Academy, Shri Primanshu Bhardwaj, presented the annual academic report, while Shri Sandipbhai Patel moderated the entire program. Pu. Bhagyasetu Swami, the Kothari Swami of Atladara Mandir, provided divine inspiration to the students, urging them to be committed to national service. The Academy’s administrator saint, Pu. Gyanvijay Swami, remarked that this is not a farewell or a conclusion, but the beginning of a new phase of life, in which Pramukh Academy will always stand by them like a family. Subsequently, the students, committed to fulfilling the aforementioned vision of HH Pramukh Swami Maharaj, shared their experiences in a deeply moving and soulful manner, reflecting a profound sense of satisfaction.

Pramukh SATH Initiative (SATHI)

On this occasion, the Pramukh SATH (Support & Tracking for Aspirants at Home) Initiative was launched to ensure that students leaving the campus continue to receive competitive exam-oriented guidance at any stage. In short, these students are not merely “alumni” of Pramukh Academy, but lifelong ‘SATHI’ (Companions). Just as Lord Krishna became Arjun’s ‘Sarathi’ (Charioteer) on the battlefield of Kurukshetra, Pramukh Academy will always be their ‘SATHI’ in the Kurukshetra of UPSC-GPSC.

Stepping Toward New Horizons…

At this final stage of the session conclusion, students expressed their experiences as a heartfelt tribute. Every moment spent here and the guidance received will serve as a strong pillar of support for their upcoming competitive examinations. At the end of the ceremony, the ‘Brahmanand Sheet Swadotsav’ was organized to provide relief to the students from the scorching heat. We extend our heartiest best wishes to all students for a bright future and pray that they reach the pinnacle of success, bringing pride to both society and the nation.