Exam Pattern & Syllabus

2 Stages

  • Prelims (200 Marks)
  • Mains (400 Makrs)

પ્રાથમિક પરીક્ષા પદ્ધતિ(Prelim Exam Pattern)

  1. પ્રિલિમિનરી પરીક્ષા (Objective Type) : (માધ્યમ: ગુજરાતી)
ક્રમ વિષય કુલ ગુણ સમય

પ્રશ્નપત્ર-1

સામાન્ય અભ્યાસ (General Studies)

200 ગુણ

2 કલાક

કુલ

200 ગુણ

Note: પ્રિલિમ્સ પરીક્ષાએ માત્ર સ્ક્રિનિંગ ટેસ્ટ છે, તેના માર્ક્સ આખરી પસંદગીમાં ધ્યાને લેવામાં આવતા નથી.

પ્રાથમિક કસોટી અભ્યાસક્રમ (Prelim Exam Syllabus)

સામાન્ય અભ્યાસ

ઈતિહાસ અને સંસ્કૃતિ

1. સિંધુખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ.

2. મધ્ય એશિયા સાથેનો સંપર્ક તથા પરિણામો.

3. પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન ભારતનાં તેમજ ગુજરાતનાં મુખ્ય રાજવંશો.

4. ભક્તિ આંદોલન અને સુફીવાદ.

5. ભારતમાં યુરોપિયનોનું આગમન, બ્રિટિશ શાસન, ૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ, સુધારા આંદોલનો અને સ્વતંત્રતાની ચળવળ.

6. રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન.

7. આઝાદી પછીનું ભારત અને ગુજરાત.

8. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય.

9. ભારત તથા ગુજરાતની સંત પરંપરા.

10. ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક.

11. ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય, ગુજરાતી રંગભૂમિ.

12. આદિવાસી જનજીવન.

13. ગુજરાતી સાહિત્ય: સાહિત્યકારો, રચનાઓ અને સંસ્થાઓ.

14. ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો.

ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો

1. ભારતીય બંધારણ: ઉદભવ, લાક્ષણિકતાઓ, સુધારાઓ, અને સમવાયતંત્ર.

2. બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક અને નિયમનકારી સંસ્થાઓ.

3. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ.

4. ભારતમાં ન્યાયપાલિકા, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા.

5. ભારતની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો.

6. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો.

તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા

1. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા.

2. નિર્ણય લેવાની ક્ષમતા.

3. સામાન્ય બૌદ્ધિક અને સંખ્યાત્મક ક્ષમતા.

4. માહિતીનું અર્થઘટન (ચાર્ટ, ગ્રાફ, વગેરે).

ભારત અને ગુજરાતનું અર્થતંત્ર

1. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો.

2. ભારતમાં આયોજન, નીતિ આયોગ, આર્થિક સુધારાઓ.

3. કૃષિ ક્ષેત્ર: જમીન સુધારણા, ટેકનોલોજી, ખાદ્ય સુરક્ષા, હરિત ક્રાંતિ.

4. ઔદ્યોગિક નીતિ, ખાનગીકરણ, SEZ, વિદેશી મૂડીરોકાણ.

5. આંતરમાળખું: ઉર્જા, બંદરો, માર્ગો, રેલવે, ટેલિકમ્યુનિકેશન.

6. વસ્તીના વલણો, ગરીબી, બેકારી, વિકાસના નિર્દેશકો.

7. જાહેર વિત્ત વ્યવસ્થા: કર પધ્ધતિ, GST, નાણાકીય સંબંધો.

8. વિદેશ વ્યાપાર અને લેણદેણની તુલા.

9. ગુજરાતનું અર્થતંત્ર: સામાજિક ક્ષેત્રો, કૃષિ સમસ્યાઓ, ઉદ્યોગ.

ભૂગોળ

1. સામાન્ય ભૂગોળ: પૃથ્વી, આબોહવા, મહાસાગરો, સંસાધનો.

2. ભૌતિક ભૂગોળ: પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ચક્રવાત, વનસ્પતિ અને અભયારણ્ય.

3. સામાજિક ભૂગોળ: વસ્તી, સાક્ષરતા, શહેરીકરણ અને સ્થળાંતર.

4. આર્થિક ભૂગોળ: કૃષિ, ઉદ્યોગ, પરિવહન અને વેપાર.

5. વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ.

વિજ્ઞાન અને ટેકનોલોજી

1. વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ, રાષ્ટ્રીય નીતિ, અને વૈજ્ઞાનિકોનું યોગદાન.

2. ICT અને ગવર્નન્સ, સાયબર સિક્યુરિટી.

3. અંતરીક્ષ અને સંરક્ષણ: ISRO, DRDO, મિસાઇલ કાર્યક્રમ.

4. ઉર્જા જરૂરિયાત અને ભારતની ઉર્જા નીતિ.

5. ભારતની પરમાણુ નીતિ અને પ્રતિબદ્ધતા.

6. પર્યાવરણ વિજ્ઞાન: ક્લાઈમેટ ચેન્જ, પ્રદૂષણ, આપત્તિ વ્યવસ્થાપન.

7. બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી.

8. વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી સંસ્થાઓ.

સાંપ્રત ઘટનાઓ

1. સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.

મુખ્ય કસોટી પરીક્ષા પદ્ધતિ (Mains Exam Pattern)

ક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્નપત્રનું નામ સમય ફાળવેલ ગુણ
1 વર્ણનાત્મક ગુજરાતી 3 કલાક 100
2 વર્ણનાત્મક અંગ્રેજી 3 કલાક 100
3 વર્ણનાત્મક સામાન્ય અભ્યાસ-૧ 3 કલાક 100
4 વર્ણનાત્મક સામાન્ય અભ્યાસ-૨ 3 કલાક 100
કુલ ગુણ 400

મુખ્ય કસોટી અભ્યાસક્રમ (Main Exam Syllabus)

પ્રશ્નપત્ર-1 : ગુજરાતી (મુખ્ય પરીક્ષા - વર્ણનાત્મક)

ગુણ:100 | માધ્યમ:ગુજરાતી | સમય: 3 કલાક

ક્રમ અભ્યાસક્રમની વિગત ફાળવેલ ગુણ
1 ગુજરાતી વ્યાકરણ

નોંધ: કુલ 10 બહુવિકલ્પી પ્રશ્નો પુછવામાં આવશે. કોમ્પ્યુટરાઇઝ્ડ ખાસ પ્રકારની જવાબવહી (OMR Answer sheet) માં પ્રત્યેક ખોટા જવાબ તથા એક જ પ્રશ્ન માટે એકથી વધુ જવાબ અને એક પણ વિકલ્પ એનકોડ નહીં કરવાના કિસ્સામાં 0.3 (ત્રણ દશાંશ) ગુણ કાપવામાં આવશે.

ઉમેદવારોને મુખ્ય પરીક્ષાની જવાબવહી (Question cum Answer Booklet) સાથે વ્યાકરણ વિભાગ માટે OMR Answer Sheet આપવામાં આવશે. ઉમેદવારોએ જરૂરી વિગતો ભરી અને યોગ્ય જવાબ આપી આ OMR Answer Sheet પ્રશ્નપત્ર શરૂ થયાની 15 મિનિટમાં ફરજીયાત પણે ઇન્વિજીલેટરને પરત કરવાની રહેશે.

10 ગુણ

2

નિબંધ: ત્રણ પૈકી કોઇ પણ એક (વર્ણનાત્મક/ વિશ્લેષણાત્મક/ ચિંતનાત્મક/ સાંપ્રત સમસ્યા પર આધારીત) (ઓછામાં ઓછા 250 વધુમાં વધુ 300 શબ્દોમાં)

15 ગુણ

3

વિચાર વિસ્તાર: (બે પૈકી કોઇ પણ એક) કાવ્ય પંક્તિઓ કે ગદ્યસૂક્તિનો વિચાર વિસ્તાર (આશરે 100 શબ્દોમાં)

10 ગુણ

4

સંક્ષેપીકરણ: આપેલ ગદ્યખંડમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ

10 ગુણ

5

ગદ્ય સમીક્ષા: આપેલા ગદ્યખંડના આધારે પુછેલા પ્રશ્નોના જવાબ લખો

10 ગુણ

6

પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા (આશરે 150 શબ્દોમાં)

10 ગુણ

7

પત્ર લેખન (અભિનંદન/ શુભેચ્છા/ વિનંતી/ ફરીયાદ વગેરે) (આશરે 100 શબ્દોમાં)

05 ગુણ

8

ચર્ચાપત્ર (વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો/ સાંપ્રત સમસ્યાઓ/ વ્યક્તિગત અભિપ્રાય રજુ કરતો ચર્ચાપત્ર) (આશરે 200 શબ્દોમાં)

10 ગુણ

9

અહેવાલ લેખન (આશરે 200 શબ્દોમાં)

10 ગુણ

10

ભાષાંતર: અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ

10 ગુણ


Paper-2: English (Main Examination - Descriptive)

Marks: 100 | Medium: English | Time: 3 Hours

Serial Number Types of Questions Marks allotted

1

ENGLISH GRAMMAR, VOCABULARY AND USAGE

Note: Total 15 multiple choice questions will be asked. In case of wrong answer, multiple answers for the same question and not encoding any option in OMR Answer Sheet, 0.3 (Three tenths) marks will be deducted.

Candidates will be provided with an OMR Answer Sheet for the Grammar section along with the Question-cum-Answer Booklet of the Main Examination. Candidates must fill in the required details, mark the correct answers and compulsorily return the OMR Answer Sheet to the invigilator within 15 minutes of the commencement of the question paper.

15 Marks

2

ESSAY: Choose any one topic from a list of five. (Descriptive/analytical/ philosophical/ based on Current Affairs) (A minimum of 250 words and a maximum of 300 words)

15 Marks

3

LETTER WRITING: A formal letter expressing one's opinion about an issue. The issues can deal with daily office matters/ a problem that has occurred in the office/ an opinion in response to one sought by a ranked officer/issue pertaining to recent concern etc. (in about 150 words)

10 Marks

4

REPORT WRITING: A report on an official function/event/ field trip/ survey etc. (in about 200 words)

10 Marks

5

WRITING BASED ON THE GIVEN SITUATION / VISUAL INFORMATION: (in about 150 words)

10 Marks

6

FORMAL SPEECH: A speech (in a formal style) that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar/conference, a formal ceremony of importance etc. (in about 150 words)

10 Marks

7

PRECIS WRITING: A precis in about 100 words for a 300-word passage

10 Marks

8

READING COMPREHENSION: A reading passage of about 250 words to be given followed by short answer type questions

10 Marks

9

TRANSLATION: Translation of a short passage (of about 150 words) from Gujarati to English

10 Marks


પ્રશ્નપત્ર-3: સામાન્ય અભ્યાસ-1 (મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક)

ગુણ-100 | માધ્યમ-ગુજરાતી | સમય-3 કલાક

પ્રશ્નપત્રનું માળખું નીચે મુજબ રહેશે.

પ્રશ્નોની સંખ્યા પ્રશ્નવાર ગુણ પ્રશ્નવાર શબ્દ મર્યાદા કુલ ગુણ
10 10 200
100

ઈતિહાસ

  1. સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ.
  2. પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુધી ભારત અને ગુજરાતમાં વહીવટી, સામાજિક, ધાર્મિક અને આર્થિક વગેરે ક્ષેત્રોમાં થયેલ મહત્વપૂર્ણ વિકાસ.
  3. ભક્તિ આંદોલન.
  4. 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં સામાજિક સુધારણા આંદોલનો.
  5. આશરે 18મી સદીના મધ્ય ભાગથી સ્વતંત્રતા સુધીના અર્વાચીન ભારતનો ગુજરાત સહિતનો ઇતિહાસ - મહત્વપૂર્ણ ઘટનાઓ, વ્યક્તિત્વો તથા અન્ય બાબતો.
  6. આઝાદીની ચળવળ-વિવિધ તબક્કાઓ અને દેશના વિવિધ ભાગમાંથી થયેલ મહત્વનું યોગદાન/યોગદાન આપનાર વ્યક્તિઓ.
  7. મહાગુજરાત આંદોલન.

સાંસ્કૃતિક વારસો

  1. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: પ્રાચીનકાળથી અર્વાચીન કાળ સુધીના કળાસ્વરૂપો. સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, સંગીત, નૃત્ય, રંગભૂમિ વગેરે.
  2. ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક, વગેરે.
  3. ગુજરાતના તીર્થસ્થળો, વારસાને લગતા સ્થળો અને પર્યટન સ્થળો.
  4. ગાંધીજીના વિચારો અને તેની પ્રસ્તુતતા.
  5. ગુજરાતનું સાંસ્કૃતિક પરિદૃશ્ય : તટીય, આદિવાસી તથા અન્ય સમુદાયો.

ભૂગોળ

  1. ભૌતિક લાક્ષણિકતાઓ અને સંસાધનો: ભારત અને ગુજરાતના સંદર્ભમાં: મુખ્ય ભૂમિ સ્વરૂપો. આબોહવા, જમીન, નદીઓ, વનસ્પતિ વગેરે.
  2. ભારત અને ગુજરાતમાં મુખ્ય કુદરતી સંસાધનોનું વિતરણ: મુખ્ય સંસાધનો - જમીન, માટી, ખડકો, ખનિજો, પાણી અને વનસ્પતિ સંસાધનો, વગેરે. ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રાથમિક, દ્વિતિય અને તૃતીય ક્ષેત્રના ઉદ્યોગના સ્થાન માટે જવાબદાર પરિબળો, સંલગ્ન મુદ્દાઓ અને સમસ્યાઓ વગેરે.
  3. ભારત અને ગુજરાતમાં વસ્તી વિષયક પરિવર્તનો: વસ્તી વિતરણ, ઘનતા, વય-જાતિ, સંરચના, વૃદ્ધિ, ગ્રામીણ-શહેરી સંરચના, વંશ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સંરચના,ધર્મ. ભાષા, સાક્ષરતા, શિક્ષણ, સ્થળાંતર-શહેરીકરણ, વસ્તી અંગેની નીતિઓ અને મહત્વના મુદ્દાઓ, વગેરે.
  4. ભૂકંપ, સુનામી, જ્વાળામુખીની ગતિવિધિ, ચક્રવાત વગેરે જેવી મહત્વપૂર્ણ ભૂ-ભૌતિક ઘટનાઓ.

વિજ્ઞાન અને ટેકનોલોજી

  1. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા.
  2. આઇ.ટી, અવકાશ, સંરક્ષણ, કમ્પ્યુટર્સ, રોબોટિક્સ, નેનો ટેકનોલોજી, બાયો-ટેકનોલોજી અને અન્ય ઊભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં સામાન્ય જાગૃતિ. બૌદ્ધિક સંપદા અધિકારો સંબંધિત મુદ્દાઓ, વગેરે.
  3. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઇ.સી.ટી) : શાસન, અર્થતંત્ર અને સમાજમાં આઇ.સી.ટી ની ભૂમિકા. સાયબર સુરક્ષા - માહિતીની ગોપનીયતા અને ઊભરતા જોખમો.
  4. ઊર્જા અને ટકાઉપણું: ભારતની ઊર્જા જરૂરિયાતો, સ્ત્રોતો અને કાર્યક્ષમતા વધારવાના પગલાં. પુન: પ્રાપ્ય ઊર્જા ટેકનોલોજી અને તેની અસર. ભારતનો પરમાણુ ઊર્જા કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા.

ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થા

  1. ભારતીય અર્થતંત્ર અને આર્થિક આયોજન : સ્વતંત્રતાથી અત્યાર સુધી ભારતીય અર્થતંત્રનો વિકાસ, મુખ્ય નીતિગત ફેરફારો, આર્થિક આયોજન અને તેનો વિકાસ, નીતિ આયોગની ભૂમિકા, ઉદારીકરણની અર્થતંત્ર પર અસરો (1991 પછીના ફેરફારો), ઔદ્યોગિક નીતિમાં પરિવર્તન અને ઔદ્યોગિક વિકાસ પર તેની અસરો.
  2. જાહેર નાણા અને બજેટ: રાજકોષિય નીતિ અને ભારતીય કર પદ્ધતિ, તાજેતરના રાજકોષિય અને નાણાકીય નીતિના મુદ્દાઓ અને તેની અસરો, સરકારી બજેટ, જાહેર ખર્ચ અને જાહેર દેવું. ખાધ મૂલક નાણા-વ્યવસ્થા.
  3. સમાવેશી વિકાસ અને સંકળાયેલ મુદ્દાઓ/પડકારો.
  4. માળખાગત સુવિધાઓ અને આર્થિક વિકાસ: આર્થિક વિકાસમાં માળખાગત સુવિધાઓની ભૂમિકા: ઊર્જા, બંદરો, રસ્તાઓ, હવાઇમથકો, રેલવે વગેરે. માળખાગત પ્રોજેક્ટ્સમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP). સામાજિક પ્રભાવની આકારણી.
  5. કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર : મુખ્ય પાકો, પાકની તરેહ અને સિંચાઈ. જમીન સુધારા અને તેમની સામાજિક-આર્થિક અસર. ખાદ્ય સુરક્ષા, જાહેર વિતરણ વ્યવસ્થા (PDS), અને કૃષિ સબસિડી. ભારતમાં ખાદ્ય સંસ્કરણ અને સંબંધિત પ્રક્રિયા (processing) ઉદ્યોગો. કૃષિ અને પુરવઠા શૃંખલા વ્યવસ્થાપનમાં ઇ-ટેકનોલોજી. ટકાઉ કૃષિ માટેની નીતિઓ, સજીવ ખેતી, ગુજરાતમાં સહકારી ક્ષેત્ર, વગેરે.

પ્રશ્નપત્ર-4: સામાન્ય અભ્યાસ-૨ (મુખ્ય પરીક્ષા - વર્ણનાત્મક)

ગુણ-100 | માધ્યમ-ગુજરાતી | સમય-૩ કલાક

પ્રશ્નપત્રનું માળખું નીચે મુજબ રહેશે.

પ્રશ્નોની સંખ્યા પ્રશ્નવાર ગુણ પ્રશ્નવાર શબ્દ મર્યાદા કુલ ગુણ
10 10 200 100

ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ

  1. ભારતનું બંધારણ- મુખ્ય લાક્ષણિકતાઓ, મૂળભૂત માળખું અને મહત્વપૂર્ણ સુધારાઓ.
  2. ભારતીય સંઘ તથા રાજ્ય સરકારોના કાર્યો તથા ફરજો.
  3. સંઘીય માળખાને લગતાં મુદ્દાઓ તથા પડકારો.
  4. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું વિતરણ (મુદ્દાઓ તથા પડકારો).
  5. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ.
  6. બંધારણીય સત્તામંડળો : સત્તાઓ, કાર્યો અને જવાબદારીઓ.
  7. ભારતમાં ન્યાયપાલિકા - માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા,જનહિત યાચિકા, સીમાચિહ્ન ચુકાદાઓ.

શાસન અને સામાજિક ન્યાય

  1. લોકશાહીમાં મુલ્કી સેવાની ભૂમિકા.
  2. વિકાસની પ્રક્રિયા- નાગરિક સમાજ, સ્વ-સહાય જૂથ, બિન-સરકારી સંગઠનો, દાબ જૂથ તથા અન્ય સહભાગીઓની ભૂમિકા.
  3. વૈધાનિક, નિયમનકારી અને વિવિધ અર્ધન્યાયિક સત્તામંડળો.
  4. સુશાસન અને ઈ-શાસન- ઈ-શાસનના પડકારો અને તકો - શાસનમાં પારદર્શિતા, જવાબદેહીતા તથા સંવેદનશીલતા- નાગરિક અધિકાર પત્ર, માહિતીનો અધિકાર, ગુજરાત જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર અધિનિયમ અને આ સર્વેની અસરો, સામાજિક અન્વેષણનો ખ્યાલ અને તેનું મહત્વ.
  5. વિકાસ અને સામાજિક ક્ષેત્ર વ્યવસ્થાપન - આરોગ્ય, શિક્ષણ અને માનવ સંસાધન વિકાસમાં પડકારો, સામાજિક ક્ષેત્રોને મજબૂત બનાવવામાં શાસન અને નીતિ-નિર્માણની ભૂમિકા.
  6. ગરીબી અને ભૂખમરો - ગરીબી, અસમાનતા અને તેની વિકાસલક્ષી અસરો. ગરીબી અને ભૂખમરાના કારણો, પરિણામો અને તેને દૂર કરવાની રણનીતિઓ.

લોકસેવામાં નીતિશાસ્ત્ર

  1. નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ સાર, નિર્ધારકો અને માનવ વ્યવહારો પર અસરો પ્રભાવ પરિણામો: નીતિશાસ્ત્રના પરિમાણો, વ્યક્તિગત અને જાહેર સંબંધમાં નીતિશાસ્ત્ર, જાહેર સેવામાં નીતિશાસ્ત્ર, સત્યનિષ્ઠા અને ઉત્તરદાયિત્વ માહિતી અધિકાર કાયદો, જાહેર સેવા કાયદો અને તેની અસરો.
  2. વલણ મૂળ તત્વો, કાર્યો; વિચારો અને વર્તણૂક, વ્યવહાર પર તેની અસરો અને સંબંધ; ચારિત્ર્ય અને રાજકીય વલણ; સામાજિક અસરો તથા સમજાવટ પ્રોત્સાહનની ભૂમિકા.
  3. ભાવનાત્મક બુદ્ધિમતા ખ્યાલ, વહીવટ અને શાસનમાં તેની ઉપયોગીતા અને વિનિયોગ.
  4. માનવ મૂલ્યો નાગરિકોને મૂલ્ય સંબંધિત શિક્ષિત કરવામાં કુટુંબ, સમાજ તથા શૈક્ષણિક સમસ્યાઓની ભૂમિકા.
  5. નીતિશાસ્ત્ર સંબંધિત મુદ્દાઓ અને પડકારો ભ્રષ્ટાચારવિરોધી તંત્ર લોકપાલ લોકાયુક્ત.
  6. ઉપરોક્ત બાબતોનો કેસ સ્ટડી.

ભારતીય સમાજ

  1. ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ અને વિવિધતા : ભારતમાં પ્રાદેશિક, ભાષાકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા. ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ : વિવિધતામાં એકતા, સામાજિક વિભાજન, કૌટુંબિક માળખું - સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ, એકલ માતા/પિતા (single parent) પરિવાર, લિંગ આધારિત ભૂમિકાઓ, વૃદ્ધજન વગેરે.
  2. મહિલાઓ, સમાજ અને વિકાસ : મહિલાઓ : ભારતીય સમાજમાં મહિલાઓની બદલાતી ભૂમિકા, મુદ્દાઓ, ઉકેલો અને રણનીતિઓ. લિંગની વિવિધ સ્તરે નિર્ણય લેવામાં ભૂમિકા.
  3. સામાજિક પડકારો : વંચિત વર્ગોના ઉત્થાન માટેના પગલાં. સાંપ્રદાયિકતા, પ્રાંતવાદ અને બિનસાંપ્રદાયિકતા: કારણો, પરિણામો અને નીતિગત પ્રતિભાવો.
  4. વૈશ્વિકીકરણ અને તેની અસર : સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક જીવન પર વૈશ્વિકીકરણનો પ્રભાવ. વૈશ્વિકીકરણ પામેલા વિશ્વમાં બદલાતી જીવનશૈલી, ઉપભોક્તાવાદ અને બદલાતી મૂલ્ય વ્યવસ્થા.
  5. પ્રવાસી ગુજરાતી સમુદાય : પ્રભાવ અને યોગદાન : સ્થાનાંતરણનું સ્વરૂપ અને ગુજરાતી સમાજની વૈશ્વિક હાજરી. પ્રવાસી ગુજરાતી સમુદાયનું સામાજિક-આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક યોગદાન.

પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.

Leave A Comment