પરીક્ષા પધ્ધતિ & પરીક્ષાનો અભ્યાસક્રમ

નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે.

1. પ્રાથમિક કસોટી

ક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્નપત્રનું નામ સમય કુલ ફાળવેલ ગુણ
1. હેતુલક્ષી સામાન્ય અભ્યાસ 2 કલાક 200

2. મુખ્ય પરીક્ષા

(પ્રાથમિક કસોટીમાં લાયક થયેલ હોય તેવા ઉમેદવારો માટે)

ક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્નપત્રનું નામ સમય કુલ ફાળવેલ ગુણ
1. વર્ણનાત્મક ગુજરાતી 3 કલાક 100
2. અંગ્રેજી 3 કલાક 100
3. સામાન્ય અભ્યાસ-૧ 3 કલાક 100
4. સામાન્ય અભ્યાસ-૨ 3 કલાક 100
મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણ (આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ) 400

પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ

સામાન્ય અભ્યાસ (પ્રાથમિક પરીક્ષા)

વિષય કોડ-STP (હેતુલક્ષી)

 

ગુણ-200 | પ્રશ્નોની સંખ્યા-200 | માધ્યમ-ગુજરાતી | સમય-120 મીનીટ

(1) ઈતિહાસ

1. સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, વૈદિક યુગ- જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. પ્રાચીન ભારતના ગણરાજ્યો.

2. મોર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, ચોલા અને પલ્લવ રાજવંશો. વિજયનગર સામ્રાજ્ય.

3. ગુજરાતના મહત્વના રાજવંશો-અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કલા, સ્થાપત્ય અને સાહિત્ય.

4. ભારતમાં યુરોપિયનોનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારતનો 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ: ગુજરાતના વિશેષ સંદર્ભમાં, ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો.

5. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા.

6. સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન.

7. આઝાદી પછીનું ભારત: દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.

૮. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ.

(2) સાંસ્કૃતિક વારસો

1. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય.

2. ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરા: તેનું મહત્વ લાક્ષણિકતાઓ અને અસરો.

3. ગુજરાતની કળા અને કસબ: સામાજિક સાંસ્કૃતિક પ્રદાન.

4. આદિવાસી જનજીવન.

5. ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો.

(3) ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.

1. ભારતીય બંધારણ-ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, મહત્વની જોગવાઈઓ અને અંતર્નિહિત માળખું.

2. સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાન મંડળ; માળખું કાર્યો સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા.

3. બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.

4. પંચાયતી રાજ.

5. જાહેર નીતિ અને શાસન, શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના પ્રભાવો.

6. અધિકાર સંલગ્ન મુદ્દાઓ (માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો, બાળકોના અધિકાર) ઇત્યાદિ.

7. ભારતની વિદેશ નીતિ- આંતરરાષ્ટ્રીય સંબંધો- મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનું માળખું અને અધિકૃત આદેશ.

8. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો.

(4) ભારતીય અર્થતંત્ર અને આયોજન

1. સ્વતંત્રતાના પૂર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ- ઐતિહાસિક ચર્ચાઓ, આયોજનના મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો, સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર: નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ: ઉદ્દેશો બંધારણ અને કાર્યો.

2. કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ અને સુધારાઓ, ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખુ, બેન્કિંગ અને વીમો: નિયમનકારી માળખું, ભારતીય અર્થતંત્ર પર ખાનગીકરણનો પ્રભાવ, વિકાસ, પડકારો અને તકો.

3. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા: ભારતીય કર પધ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, વસ્તુ અને સેવા કર (GST): ખાદ્ય અને સૂચિતાર્થો. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ. કેન્દ્રિય નાણાપંચ અને રાજ્ય નાણાપંચની ભૂમિકા.

4. ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા.

5. ગુજરાતનું અર્થતંત્ર- એક અવલોકન, ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો: શિક્ષણ, આરોગ્ય અને પોષણ. કૃષિ, વન, જળ સંસાધનો, ખાણ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ, ગુજરાતમાં સહકારી ક્ષેત્ર.

(5) ભૂગોળ

1. સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો: ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઇ અને ખંડીય સંસાધનો.

2. ભૌતિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મૌસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.

3. સામાજિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં: વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તીવૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ-શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, મહાનગરીય પ્રદેશો.

4. આર્થિક ભૂગોળ: અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો -કૃષિ, ખનીજ, જંગલ, ઈંધણ (બળતણ) અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર, પદ્ધતિઓ અને સમસ્યાઓ.

(6) વિજ્ઞાન અને ટેકનોલોજી

1. વિજ્ઞાન અને ટેકનોલોજી: વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલા વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન.

2. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી): આઇસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, આઇસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઇ-ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિક્યુરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી.

3. અંતરીક્ષ/અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી: ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ /વિકાસ., વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો.

4. ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ-સરકારની નીતિઓ અને કાર્યક્રમો.

5. પર્યાવરણ વિજ્ઞાન: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ, વન અને વન્યજીવન સંરક્ષણ, ક્લાયમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન.

(7) સામાન્ય બૌદ્ધિક ક્ષમતા

1. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા.

2. સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.

3. આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ.

4. ઘડિયાળ, કેલેન્ડર અને ઉમર સંબંધિત પ્રશ્નો.

5. સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ.

6. ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ અને લ.સા.અ.

7. ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન.

8. સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.

9. સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ, જથ્થો અને સપાટીનો વિસ્તાર (છ સમાંતર બાજુ ધરાવતો ઘન, સિલિન્ડર, શંકુ આકાર, ગોળાકાર).

10. માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્તતા, સંભાવના.

(8) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ

મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ

ગુજરાતી (મુખ્ય પરીક્ષા)

વિષય કોડ - STM 1 | (વર્ણનાત્મક)

ગુણ:100 | માધ્યમ:ગુજરાતી | સમય: 3 કલાક

ક્રમ અભ્યાસક્રમની વિગત ફાળવેલ ગુણ

1

નિબંધ: ત્રણ પૈકી કોઇ પણ એક (આશરે ૨૫૦ થી ૩૦૦ શબ્દોમાં)
(વર્ણનાત્મક/ વિશ્લેષણાત્મક/ ચિંતનાત્મક/ સાંપ્રત સમસ્યા પર આધારીત)

15

2

વિચાર વિસ્તાર (બે પૈકી કોઇ પણ એક) કાવ્ય પંક્તિઓ કે ગદ્યસૂક્તિનો વિચારવિસ્તાર (આશરે ૧૦૦ શબ્દોમાં)

10

3

સંક્ષેપીકરણ: આપેલ ગદ્યખંડમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ

10

4

ગદ્ય સમીક્ષા: આપેલા ગદ્યખંડના આધારે પુછેલા પ્રશ્નોના જવાબ લખો

10

5

પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા (આશરે ૧૫૦ શબ્દોમાં)

10

6

પત્ર લેખન (અભિનંદન/ શુભેચ્છા/ વિનંતી/ ફરીયાદ વગેરે) (આશરે ૧૦૦ શબ્દોમાં)

05

7

ચર્ચાપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાં) (વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો/ સાંપ્રત સમસ્યાઓ/ વ્યક્તિગત અભિપ્રાય રજુ કરતુ ચર્ચાપત્ર)

10

8

અહેવાલ લેખન (આશરે ૨૦૦ શબ્દોમાં)

10

9

ભાષાંતર: અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ

10

10

ગુજરાતી વ્યાકરણ
સુચવ્યા મુજબ જવાબ લખો. (આ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો રહેશે નહીં)
1) રૂઢીપ્રયોગોનો અર્થ અને તેનો વાક્યપ્રયોગ
2) કહેવતોનો અર્થ
3) સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ
4) છંદ ઓળખાવો
5) અલંકાર ઓળખાવો
6) શબ્દસમુહ માટે એક શબ્દ
7) જોડણી શુદ્ધિ
8) લેખન શુદ્ધિ/ભાષા શુદ્ધિ
9) સંધિ જોડો કે છોડો

10

કુલ ગુણ

100

PAPER-2: ENGLISH (MAIN EXAMINATION)

SUBJECT CODE : STM2 (Descriptive)

Marks-100 | Medium: English | Time: 3 Hours

Sr. No TYPE OF QUESTION Marks to be allotted

01

ESSAY (A minimum of 250 words and a maximum of 300 words): Choose any one topic from a list of five. (Descriptive/ analytical/philosophical/ based on Current Affairs)

15

02

LETTER WRITING (in about 150 words):
A formal letter expressing one's opinion about an issue. The issues can deal with daily office matters/ a problem that has occurred in the office/ an opinion in response to one sought by a ranked officer/issues pertaining to recent concern etc.

10

03

REPORT WRITING (in about 200 words):
A report on an official function/event/ field trip/ survey etc.

10

04

WRITING ON VISUAL INFORMATION (in about 150 words): A report on a graph/image/ flow chart/table of comparison/simple statistical data etc.

10

05

FORMAL SPEECH (in about 150 words):
A speech (in a formal style) that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar/conference, a formal ceremony of importance etc.

10

06

PRECIS WRITING:
A precis in about 100 words for a 300-word passage.

10

07

READING COMPREHENSION: A reading passage of about 250 words to be given followed by short answer type questions.

10

08

ENGLISH GRAMMAR:
a. Tenses
b. Voice
c. Narration (Direct-Indirect)
d. Transformation of sentences
e. Use of Articles and Determiners
f. Use of Prepositions
g. Use of Phrasal verbs
h. Use of idiomatic expressions
i. Administrative Glossary
j. Synonyms/Antonyms
k. One-word substitution
l. Cohesive devices/Connectives/Linkers
m. Affixes
n. Words that cause confusion like homonyms/homophones.

15

09

TRANSLATION: Translation of a short passage (of about 150 words) from Gujarati to English.

10

Total

100

સામાન્ય અભ્યાસ-1 (મુખ્ય પરીક્ષા)

વિષય કોડ-STM3 | (વર્ણનાત્મક)

ગુણ-100 | માધ્યમ-ગુજરાતી | સમય-3 કલાક

પ્રશ્નપત્રનું માળખુ નીચે મુજબ રહેશે.

પ્રશ્નોની સંખ્યા પ્રશ્નવાર ગુણ પ્રશ્નવાર શબ્દ મર્યાદા કુલ ગુણ
10 10 200 100

(ક) ભારતનો ઈતિહાસ

1. સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત, વૈદિક યુગ- જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ,નંદ રાજવંશ.

2. મોર્ય અને ગુપ્ત સામ્રાજ્ય.

3. વિજયનગર સામ્રાજ્ય અને દક્ષિણ ભારતના મહત્વના રાજવંશો.

4. ગુજરાતના મહત્વના રાજવંશો- તેમનું વહીવટી તંત્ર, કલા, સ્થાપત્ય, સાહિત્ય અને વિજ્ઞાન અને ટેકનોલોજી.

5. શૈક્ષણિક સંસ્થાઓ: તક્ષશીલા, નાલંદા અને વલભી.

6. ભારતમાં યુરોપિયનોનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ ૧૭૫૭ થી ૧૮૫૬, જમીન મહેસૂલ પધ્ધતિ-કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી, શિક્ષણ પધ્ધતિ.

7. ભારતનો ૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ, ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે જવાબદાર પરિબળો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ.

8. રાષ્ટ્રીય ફલક પર મહાત્મા ગાંધીનો ઉદય અને તેમના વિચાર, સિધ્ધાંતો અને જીવન દર્શનનો ભારતના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન પર ભૂમિકા.

9. સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા.

10. ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, આઝાદ હિંદ ફોજ અને સુભાષચંદ્ર બોઝ.

11. આઝાદી પછીનું ભારત: દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.

(ખ) સાંસ્કૃતિક વારસો

1. ભારતીય સંસ્કૃતિ તથા પ્રાચીનથી અર્વાચીન સમય સુધીના તેના કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યની મુખ્ય લાક્ષણિકતાઓ; ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ. ભારતીય ચલચિત્રો અને રંગભૂમિ તથા તેનો સમાજ પર પ્રભાવ.

2. ગુજરાતના કળા અને કસબ

3. ગુજરાતી રંગભૂમિ

4. ગુજરાતની લોકસંસ્કૃતિ અને મૌખિક પરંપરા: તેનું મહત્વ, લાક્ષિણકતાઓ અને અસરો.

5. ગુજરાતના દરીયાકાંઠાની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ.

(ગ) ભૂગોળ

1. ગુજરાત અને ભારતની ભૌતિક લાક્ષણિકતાઓ અને સંસાધનોનો અભ્યાસ: મુખ્ય ભૂમિસ્વરૂપો, આબોહવા, જમીન, ખડકો, નદીઓ, જળાશયો, વનસ્પતિ, ખનિજ અને જળ સંસાધન.

2. આર્થિક પ્રવૃત્તિઓ: પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ

3. સામાજિક અને વસ્તીવિષયક ભૂગોળ.

4. વિકાસકીય અને પર્યાવરણીય મુદ્દાઓ, ટકાઉ વિકાસ, વૈશ્વિકીકરણ; તેની સામાજિક અને આર્થિક અસરો, સ્માર્ટ સિટી અને ઉપાયો. કુદરતી પ્રકોપો, કાર્બન ઉત્સર્જન, પ્રદૂષણ પ્રકોપ વ્યવસ્થાપન આબોહવા પરિવર્તન અને પર્યાવરણ ક્ષયની સમસ્યાઓ માટે વૈશ્વિક પ્રતિભાવ: મહત્વપૂર્ણ સંધિઓ અને સંમેલનો.

(ઘ) વિજ્ઞાન અને ટેકનોલોજી

1. ઉમદા માનવજીવન માટે વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશનનો સમન્વય, રોજ બરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી; વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતનું યોગદાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ અને પ્રસારમાં પડકારો અને બાધાઓ, રાષ્ટ્ર ઘડતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા અને અવકાશ.

2. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી:(આઇસીટી) - તેનું મહત્વ, લાભ અને પડકારો, ઇ-ગવર્નન્સ અને ભારત, સાયબર ક્રાઈમ અને સાયબર સિક્યોરિટી બાબતે નીતિઓ.

3. ભારતનો અંતરીક્ષ કાર્યક્રમ: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. ભારતની ઉર્જાનીતિ અને પરમાણુ નીતિ. સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી મહત્વ,લાભ અને પડકારો.

4. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઇન્ટેલેક્યુઅલ પ્રોપેર્ટી રાઇટ્સ સંબંધિત બાબતો.

સામાન્ય અભ્યાસ-2 (મુખ્ય પરીક્ષા)

વિષય કોડ-STM4 | (વર્ણનાત્મક)

ગુણ-100 | માધ્યમ-ગુજરાતી | સમય-૩ કલાક

પ્રશ્નપત્રનું માળખુ નીચે મુજબ રહેશે.

પ્રશ્નોની સંખ્યા પ્રશ્નવાર ગુણ પ્રશ્નવાર શબ્દ મર્યાદા કુલ ગુણ
10 10 200 100

(ક) ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ

1. ભારતનું બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ.

2. ભારતીય સંઘ તથા રાજ્ય સરકારોના કાર્યો તથા ફરજો.

3. સંઘીય માળખાને સંલગ્ન મુદ્દાઓ તથા પડકારો-રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકા.

4. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું વિભાજન(કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સહવર્તી યાદી), મુદ્દાઓ અને પડકારો.

5. મહત્વના બંધારણીય સુધારા.

6. બંધારણીય સંસ્થાઓ અને તેમની ભૂમિકા.

7. સંસદ અને રાજ્ય વિધાન ગૃહ- માળખું, કામગીરી, કાર્યસંચાલન સત્તા અને વિશેષાધિકાર તથા સંલગ્ન મુદ્દાઓ.

8. ભારતમાં ન્યાયપાલિકા - માળખુ અને કાર્યો, કટોકટીને લગતી અગત્યની જોગવાઈઓ અને બંધારણીય સુધારાઓ, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા.

(ખ) લોકપ્રશાસન, શાસન અને લોકસેવામાં નીતિશાસ્ત્ર

1. લોકશાહીમાં મુલ્કી સેવાની ભૂમિકા. વિવિધ ક્ષેત્રોનાં વિકાસ સંદર્ભમાં સરકારની નીતિઓ તથા દરમ્યાનગીરી, અમલીકરણના મુદ્દાઓ તથા સમસ્યાઓ.

2. વૈધાનિક, નિયમનકારી અને વિવિધ અર્ધન્યાયિક સંસ્થાઓ.

3. સુશાસન અને ઇ-શાસન- પારદર્શિતા, શાસનમાં ઉત્તરદાયિત્વ તથા સંવેદનશીલતા- નાગરિક અધિકાર પત્ર, માહિતી અધિકારનો હક, જાહેર સેવા અધિનિયમ અને આ સર્વેની અસરો, સામાજિક અન્વેષણ અને તેનું મહત્વ.

4. જાહેર સેવામાં નીતિશાસ્ત્ર, સત્યનિષ્ઠા અને ઉત્તરદાયિત્વ- માહિતી અધિકાર કાયદો, જાહેર સેવા કાયદો અને તેની અસરો.

5. નીતિશાસ્ત્ર સંબંધિત મુદ્દાઓ અને પડકારો-ભ્રષ્ટાચારવિરોધી તંત્ર, લોકપાલ, લોકાયુક્ત.

(ગ) વાણિજ્ય અને સંચાલન

1. વ્યાપાર અને વાણિજ્ય :- આંતર રાષ્ટ્રીય વ્યાપાર સહિત વ્યાપારના પ્રકારો, ભારતમાં સ્ટોક એક્સચેંજ, ઇ-કોમર્સ, વ્યાપાર અને વાણિજ્યમાં સરકારની ભૂમિકા અને હસ્તક્ષેપ, વ્યાપારના નિયમન માટેનું તંત્ર, વિશ્વ વ્યાપાર સંગઠન (WTO). SAARC, ASEAN and BRICS.

2. ભારતની રાજવિત્તિય અને નાણાકીય નીતિ : સિધ્ધાંતોનો મૂળભૂત ખ્યાલ, કરવેરાની લાક્ષણિકતાઓ અને સૂચિતાર્થો ભારતીય જાહેર વિત્તવ્યવસ્થા; ભારતીય કર પધ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવુ અને તેનુ સંચાલન, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય. કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો. કેંદ્રીય નાણાપંચ અને રાજ્ય નાણા પંચની ભૂમિકા. અર્થતંત્રના વિવિધ સૂચકાંકો, ભારતીય જાહેર વિત્તવ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સસ્થાઓ.

3. ફૂગાવો અને અર્થતંત્ર પર તેની અસરો, ફૂગાવા બાબતે વિવિધ ખ્યાલો. ૪પત્રના ને ભહેર હેવુ, The Fiscal Responsibility and Budgetary Management Act. બંધારણની કલમ ૨૬૬ અન્વયે ભારત તથા રાજ્યોની એકત્રિત નીધિ તથા જાહેર હિસાબો.

4. કોર્પોરેટ કર સહિત આવક વેરો: પગાર, મિલકત, ધંધો, વ્યવસાયમાંથી થતી આવકની ગણતરી, કેપીટલ ગેઇન અને અન્ય સ્ત્રોત; અકારણીની પધ્ધતિઓ, વ્યક્તિગત, ભાગીદારી કંપની અને જોઇન્ટ સ્ટોક કંપનીની આકારણી. Goods and Service Tax (GST).

(ઘ) ભારતીય અર્થતંત્ર અને આયોજન

1. ભારતીય અર્થતંત્ર: ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ. કેન્દ્ર અને રાજ્ય સરકારની આર્થિક કામગીરી, ગતિશીલતા, પડકારો, નવી પહેલ, સુધારણા વગેરે.

2. અગત્યની ઘટનાઓ, વિકાસ અને સામાજિક ક્ષેત્રની પહેલ. નીતિ આયોગ: ઉદ્દેશો, બંધારણ અને કાર્યો. સામાજિક ઓડિટ.

3. કૃષિ, ઉદ્યોગો, આંતરમાળખાકીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. નાણાં અને બેન્કિંગ માટે નિયમનકારી માળખું: વિભાવનાઓ, માળખુ અને ભૂમિકા. ગ્રામીણ વિકાસ અને ગ્રામિણ અર્થતંત્ર-પડકારો અને નીતિઓ: ભારતમાં રોજગાર નીતિઓ/યોજનાઓ.

4. બાહ્ય ક્ષેત્ર: વિદેશ વેપરના વલણો, સંરચના અને દિશા. બાહ્ય ક્ષેત્ર સુધારાઓ. વિદેશી સંસ્થાકીય રોકાણ (FII) અને વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI).

5. ગુજરાતનું અર્થતંત્ર- એક અવલોકન; ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ ગુજરાતનું અર્થતંત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી આંદોલન અને જીવનની સામાજિક આર્થિક બાબતો પર તેની અસર.

6. આંતરમાળખાકીય સુવિધાઓ: ઉર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન. સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ.

(ચ) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.

Leave A Comment